હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગેરકાયદેસર માઈનિંગ: મુશ્કેલીમાં આઈએએસ બી. ચંદ્રકલા

11:31 AM Jan 24, 2019 IST | Revoi
Advertisement

ઈડી દ્વારા પૂછપરછ

Advertisement

ઈડીએ ગેરકાયદેસર માઈનિંગ ગોટાળામાં આરોપી આઈએએસ અધિકારી બી. ચંદ્રકલાને પૂછપરછ માટે તલબ કર્યા છે. બી. ચંદ્રકલાની ગુરુવારના રોજ લખનૌ ખાતે ઈડી દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે. તેમની મની લોન્ડ્રિંગના કેસમાં પૂછપરછ હાથ ધરાવાની છે. તેને કારણે ઈડીની લખનૌની ઓફિસની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

ગત સપ્તાહે જ આના સંદર્ભે ઈડીએ બી. ચંદ્રકલા સહીત ચાર લોકોને નોટિસ મોકલી હતી.
તેમાં સમાજવાદી પાર્ટીના એમએલસી રમેશ કુમાર મિશ્રાને પણ પૂછપરછ માટે રજૂ થવા માટે
કહેવામાં આવ્યું હતું.

Advertisement

રેતીના ગેરકાયદેસર માઈનિંગનો મામલો યુપીના હમીરપુર જિલ્લાનો છે. 2012થી 2016
દરમિયાન અહીં ગેરકાયદેસર માઈનિંગ કરવાનો આરોપ છે. આના સંદર્ભે સીબીઆઈએ બી.
ચંદ્રકલા સહીત 11 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. તેના પછી તેમના ઘણાં ઠેકાણાઓ પર
દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસ ખુલ્યા બદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ
અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવનું નામ પણ સામે આવ્યું છે, કારણ કે તેમના માઈનિંગ
મંત્રાલયમાં પ્રધાન તરીકેના કાર્યકાળમાં તેના માટેનું ટેન્ડર જાહેર થયું હતું.

આરોપ છે કે ઈ-ટેન્ડર નીતિનું ઉલ્લંઘન કરતા તત્કાલિન મુખ્યપ્રધાન અખિલેશ યાદવના
કાર્યાલયમાંથી એક જ દિસમાં ઘણાં ખનન પટ્ટાને મંજૂરી આપવામાં આવી હતી. સીબીઆઈનો
દાવો છે કે 2012ની ઈ-ટેન્ડર નીતિનું ઉલ્લંઘન કરતા મુખ્યપ્રધાન કાર્યાલયમાંથી
મંજૂરી મળ્યા બાદ 17 ફેબ્રુઆરી-2013ના રોજ હમીરપુરના ડીએમ બી. ચંદ્રકલાએ ખનન પટ્ટા
આપ્યા હતા. આમા મોટી વાત એ છે કે 2012-13 દરમિયાન ખનન વિભાગની જવાબદારી ખુદ
તત્કાલિન મુખ્યપ્રધાન અખિલેશ યાદવ સંભાળી રહ્યા હતા.

સીબીઆઈની કાર્યવાહી બાદ ઈડીએ નાણાંની લેણદેણની જાણકારી મેળવવા માટે પ્રિવેન્શન
ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. ઈડી એ વાતની પણ જાણકારી એકઠી કરી
રહી છે કે શું આ સમયગાળા દરમિયાન લાંચ તરીકે બ્લેકમનીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
Next Article