હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

કલમ 370 કાયમ માટે દફનાવી દેવામાં આવીઃ નરેન્દ્ર મોદી

02:44 PM Oct 31, 2024 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ આજે દેશ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન વડાપ્રધાને રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સલામી પણ લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રીએ દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસની સાથે દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી

Advertisement

રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમના અવસરે બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હું 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસ એક અદ્ભુત સંયોગ લઈને આવ્યો છે. આજે એક તરફ આપણે એકતાનો તહેવાર મનાવી રહ્યા છીએ તો બીજી તરફ દિવાળીનો પવિત્ર તહેવાર છે. હવે દિવાળીનો તહેવાર ભારતને વિશ્વ સાથે જોડી રહ્યો છે અને ઘણા દેશો તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવી રહ્યા છે.

વડાપ્રધાને કહ્યું કે 'સરદાર પટેલની 150મી જન્મજયંતિ વર્ષની આજથી શરૂ થઈ છે. આગામી બે વર્ષ સુધી દેશ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરશે. આ ભારત પ્રત્યેના તેમના અસાધારણ યોગદાનને શ્રદ્ધાંજલિ છે. જ્યારે દેશને આઝાદી મળી ત્યારે વિશ્વમાં એવા ઘણા લોકો હતા જેઓ ભારતના વિઘટનનું મૂલ્યાંકન કરી રહ્યા હતા, તેમને એવી આશા નહોતી કે સેંકડો રજવાડાઓને એક કરીને એક ભારતનું નિર્માણ થશે, પરંતુ સરદાર સાહેબે તે કરી બતાવ્યું.

Advertisement

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે 'આઝાદીના સાત દાયકા પછી એક દેશ અને એક બંધારણનો સંકલ્પ પણ પૂરો થયો છે. સરદાર સાહેબને મારી આ સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે. બાબા સાહેબ આંબેડકરનું બંધારણ 70 વર્ષ સુધી સમગ્ર દેશમાં લાગુ થયું ન હતું. બંધારણની માળા ગાનારાઓએ બંધારણનું આવું ઘોર અપમાન કર્યું છે, કારણ કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની દિવાલ હતી. કલમ 370 કાયમ માટે દફનાવી દેવામાં આવી છે. આ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત ભેદભાવ વગર મતદાન થયું હતું. પ્રથમ વખત ત્યાંના મુખ્યમંત્રીએ ભારતના બંધારણ પર શપથ લીધા છે. આ દ્રશ્યએ ભારતના બંધારણના નિર્માતાઓને અપાર સંતોષ આપ્યો હશે અને આ બંધારણના ઘડવૈયાઓને અમારી નમ્ર શ્રદ્ધાંજલિ છે. નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, 'આતંકવાદીઓના આકાઓ જાણે છે કે જો તેઓ હુમલો કરશે તો ભારત તેમને જડબાતોડ જવાબ આપશે. ભારત શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

દેશની આઝાદી બાદ વિવિધ રજવાડાઓના ભારતમાં વિલીનીકરણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. આ જ કારણ છે કે તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓ પૈકીની એક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લશ્કરી પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી 16 માર્ચિંગ ટુકડીઓએ ભાગ લીધો હતો. આ સાથે સશસ્ત્ર દળો બહાદુરી દર્શાવતા અનેક પ્રદર્શનો પણ કર્યાં. પીએમઓ કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ભારતીય વાયુસેનાના વિમાનોએ ફ્લાયપાસ્ટ કર્યું અને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી.

Advertisement
Tags :
Aajna SamacharBirth Anniversary CelebrationBreaking News GujaratiDIWALIgujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharKEVADIYALatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNational Unity Day ParadeNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsPrime Minister Narendra ModiSaluteSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharsardar patelstatue of unityTaja SamacharTributeviral news
Advertisement
Next Article